સોમનાથ મંદિર લગભગ 17 વખત લૂંટાયું છે પણ લોકોની શ્રદ્ધા અને આસ્થાને થોડું કોઈ લૂંટી શકે
અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ, હમીજી ગોહિલની વિર ગાથા રજુ ક૨તુ જ્યોતિલીંગ એટલે સોમનાથ, ગુજરાતની પરંપરા યુગો યુગોથી અવિરત પણે ચાલી આવી છે. બાર જ્યોતિલીંગ પૈકીનાં બે ગુજરાતમાં છે. સોમનાથ અને નાગેશ્વર આ બંને સૌરાષ્ટ્રની પવિત્ર ભુમી ઉપર આવેલા છે.
સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ
આ મંદિરની સ્થાપના ચંદ્રએ કરિ હતી. પુરાણ કથા મુજબ ચંદ્રએ તક્ષરાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી, રોહિણી પ્રત્યેના ચંદના પક્ષ પાદથી બાકિની પુત્રીઓએ તક્ષરાજાના પ્રજાપતિ ને ફરિયાદ કરી. આથી ક્રોધે ભરાયેલા તક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપ માંથી મુકત થવા માટે ઘરતીના એવા છેડા પર શિવની તપસ્યા કરવાનું સુચવ્યુ. જ્યાં થી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષીણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી ઉપર આવુ એક જ સ્થળ છે. એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ મંદિર ચંદ્રએ અહી સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપન કરી. આ સ્થાપન કરવાથી ચંદ્રને શ્રાપ માંથી આંશીક રિતે મુકિત મળી.
આજે પણ આ મંદિર હજારો વર્ષાથી હિન્દુ ધર્મમાં પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બધાવ્યું હતું. દશાસન રાવને ચાંદીનું મંદિર બંધાવ્યું હતું, અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લકડાથી મંદિરનું નવનિર્માણ કર્યું હતું.
આજથી લગભગ હજાર વર્ષ પહેલા ભવ્ય અને દિવ્ય મંદિર મોજૂદ હતું. આ મંદિરમાં 56 સ્થભો ઉપર સોનું, હીરા અને રત્નો જડેલા હતા. સોમનાથના વૈભવનું કારણ એ હતું કે એ સમયે બંદર ભારતના વિશ્વ વ્યપારનું કેન્દ્ર હતું. ઇતિહાસકારોના મતે આ જૂનું મંદિર ખૂબ જ સમૃધ્ધ હતું. આના નિભાવવા માટે 10 હજાર ગામો હતા.

સોમનાથ મંદિર ઉપર કયા કયા લુટારાઓએ આક્રમણ કર્યું અને ક્યારે ક્યારે તેનો જીણો દવાર થયો
ઇ.સ. 649માં મૈત્રકવંશના રજાઓ દ્વારા સોમનાથનો જીણો દવાર કરવામાં આવ્યો છે. આ પછી ઇ.સ 725 માં ચીંધના મુસ્લીમ સુબેદાર અલજુનેદીએ આ મંદિર તોડી પાડયું. આ મંદિર તુટયા પછી ઇ.સ 815 માં પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા આ મંદિરનો જીણો દવાર કરવામાં આવે છે. આ પછી ઇ.સ 1024 મા મોહહમદગજની પોતાના 5000 સાથીઓ લઇને સોમનાથ લૂંટે છે.
આ પછી સોલંકીવંશ ના રાજા ભીમદેવ પ્રથમે જીણો દવાર કયાવ્યો હતો. અને આ જ મંદિર લાગડાનું બનાવ્યુ હતુ. ઘણાબધા પુસ્તકોમાં આ મંદિર પથ્થરનું લખવામાં આવે છે. પણ ખરેખર પથ્થરનુ મંદિર ઇ.સ 1168માં કુમારપાડ દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. આ પછી વાઘેલા વંશ આવે છે, વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવરાયે દિલ્લીમાં રાજ કરતાં અલાઉદીન ખિલજીને ગુજરાત લૂટવાનું આમંત્રણ આપે છે. ખિલજી તેના બે સરદાર સાથે ગુજરાત લૂટવા ઇ.સ 1297માં મોકલે છે. આ મુસ્લિમ સેનાપતિ પણ સોમનાથ મંદિર લુંટે છે.
આમ મુસ્લિમ શાસકો દ્વારા મંદિરને લૂટવાનું અને હિંદુશાસક દ્વારા મંદિરને સમારકામ કરવાનું ચાલુ જ રહે છે. આ પછી મુગલસામ્રાજ્યના શાસક ઓરંગજેબ ઇ.સ 1662માં સોમનાથ પર હુમલો કરે છે ઓરંગજેબે મંદિર તોડયા પછી મંદિર ખંઢેર હાલતમાં હોય છે. જ્યાં સુધી આપણો દેશ આઝાદ થતો નથી.

સરદાર વલ્લભભાઈ પટેલનું સોમનાથ મંદિર બનાવવાનું સપનું
13 નવેમ્બર 1947ના દિવએ સરદાર વલ્લભભાઈ પટેલ, જામસાહેબ, દિગ્વિજયસિંહ અને સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉચેંદ રાય ઢેબર, કનૈયાલાલ મુનષી અને કાકા સાહેબ સોમનાથ આવે છે. ત્યારે સરદાર પટેલે સોમનાથ મંદિરના ભાંગેલા અવષેશો જોઈને તેમનું હદય ધગધગી જાય છે. ત્યારે તેઓ દરિયામાંથી પાણી ઉપાડીને ફરીથી સોમનાથનું ભવ્ય મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લે છે. 8 મે 1950 ના રોજ રાજા દિગ્વિજયસિંહ સોમનાથની પ્રથમ આધાર શિલા મૂકી હતી. અને 11 મે 1951 માં ભારતના પ્રથમ રાષ્ટપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શિવલીંગની સ્થાપના કરવામા આવી. સોમનાથ મંદિરની બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે. જે સતત સોમનાથના દાદાના દર્શન કરી રહી છે.
સોમનાથ મંદિરની બાંધકામ વિશેષતા
સોમનાથ મંદિર નવું છે પરંતુ તેનું નવનિર્માણ પ્રાચીન નગર શૈલીમાં કરવામાં આવ્યુ છે. મંદિરની ઉંચાઈ 155 ફિટની છે. ગર્ભગૃહમાં એક માળ અને શિખરના ભાગ સુધી 7 માળ છે. મંદિરનો સભાગૃહ અને નૃત્ય મંડપ ત્રણ ત્રણ માળનો છે. એના ત્રીજા માળ ઉપર 1 હજાર જેટલી નાની નાની કરશો બનાવવામાં આવી છે. ગર્ભગૃહની કરશ નો વજન 10 ટન છે. નૃત્ય મંડપની ચારે તરફ નાના નાના ચીખરો શુંશોભિત છે. 72 સ્તંભ વાળા આ મંદિરની વિશેષતા એ છે કે 800 વર્ષો પછી પણ નાગરશોલીમા નિર્માણ થયેલ આ પ્રથમ દેવાલય છે.
હમીરજી ગોહિલ અને વેગડા ભીલનું વીરત્વ
ધર્મની રક્ષા માટે લખો લોકોએ બલિદાન આપ્યા છે. સોમનાથ મંદીર હમીરજી ગોહિલના વિરત્વની ઐતીહાસિક પૂરક ઘરવે છે. લાઠીના હમીરજી ગોહિલ પોતાના લગ્ન થયા એજ દિવસે સોમનાથ મંદિરની રક્ષા કાજે પોતાનું બલિદાન આપ્યું હતું. સોમનાથમાં હમીરજી ગોહિલ અને વેગડ ભીલના બલિદાનની નિશાનીઓ આજે પણ જોવા મળે છે. અહિયાં એક સ્તંભ આવેલો છે જેમાં લખ્યું છે કે આ જગ્યાથી દક્ષિણ ધ્રુવ વચ્ચે કોઈ જમીન નથી આવતી.
સોમનાથ મંદિરમાં આરતીનો સમય
સવારે 7 વાગ્યે
બપોરે 12 વાગ્યે
સાંજે 7 વાગ્યાનો છે.
દર્શનનો સમય: સવારે 6 વાગ્યા થી રાત્રિના 9:30 વાગ્યા સુધી હોય છે.
આ મંદિરનું સંચાલન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે અતિથિગૃહ તથા ભોજન શાળા ઉપલબ્ધ છે.
સોમનાથ મંદિર પર કેવી રીતે પહોંચશો?
જૂનાગઢથી સોમનાથ 94 કિલોમીટર, રાજકોટથી 197 કીલીમીટર, અમદાવાદથી 410 કોલોમીટર દૂર આવેલ છે. અહિ આવવા માટે સરકારી અને ખાનગી બસોની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સોમનાથમાં ભરાતા મેળા
સોમનાથ સ્થાપના દિવસે, શ્રાવણ મહિનામાં, શિવરાત્રી અને કાર્તિક પૂર્ણિમાના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.